અબડાસા: અબડાસાની ગુમ મહિલાને નખત્રાણા પોલીસે શોધી
Abdasa, Kutch | Oct 14, 2025 અબડાસાની ગુમ મહિલાને નખત્રાણા પોલીસે શોધી અબડાસા તાલુકાના એક નાનકડાં ગામની મહિલા ગુમ થતાં તેને નખત્રાણા પોલીસે શોધી પરિવાર સાથે પુન: મિલન કરાવ્યું હતું. આ અંગે નખત્રાણા પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ અબડાસા તાલુકાના એક નાના ગામમાંથી મહિલા ગુમ થઇ હતી. નખત્રાણા પોલીસને બાતમી મળી હતી કે આ ગુમ મહિલા હાલ નખત્રાણાના બસ સ્ટેશનમાં છે. આથી આ મહિલાનો સંપર્ક કરી તેના નામ-ઠામ પૂછી તેના પરિવારનો સંપર્ક કરી પરિવાર સાથે પુન: મિલન નખત્રાણા પોલીસે કરાવ્યું હતું.