સ્ટેટ મોનિટરિંગ સેલે પલસાણા પોલીસ મથકની હદમાં મોટી કાર્યવાહી કરી દમણથી સુરત લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. મુંબઈ–દિલ્હી એક્સપ્રેસ-વે પર તુંડી ગામ નજીક સર્વિસ રોડ પરથી બે ક્રેટા અને એક ઇનોવા કાર સહિત કુલ ₹૪૫.૨૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બે ક્રેટા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરની કુલ ૩,૯૪૮ બોટલો મળી આવી હતી. આ ઉપરાંત બે મોબાઈલ ફોન, પાંચ નકલી નંબર પ્લેટો તથા પાયલોટિંગ માટે વપરાયેલી ઇનોવા પકડી