મોરવા હડફ: રજાયતા ગામે ખેતરમાં ઉગાડેલા ગાંજાના 50 નંગ છોડ સાથે એક ઈસમને રૂ.89,000 ના મુદામાલ સાથે SOG પોલીસે ઝડપી પાડ્યો
જિલ્લા SOG ની ટીમે બાતમીના આધારે મોરવા હડફના રજાયતા ગામે રહેતો ખેડૂત પર્વતભાઈ ડામોરના ખેતરમાં ગેર કાયદેસર રીતે ગાંજાનો છોડ ઉગાડી રાખતા હોવાને લઈ પોલીસે બાતમી વાળી જગ્યાએ છાપો મારતાં કુલ વજન 8.900 કિલો ગ્રામ રૂ.89,000/- નાં ગાંજા નાં જથ્થા સાથે પર્વતભાઈને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેની માહિતી જિલ્લા SOG પોલીસે આજે બુધવારે બપોરે 1 કલાકે પ્રેસનોટના માધ્યમથી આપી હતી