કડી: કડી તાલુકાના દેલ્લા ગામે વિદેશી દારૂના કટીંગ સમયે બાવલું પોલીસ ત્રાટકી 700 થી વધારે વિદેશી દારૂ ની પેટીઓ ઝડપી પાડી
Kadi, Mahesana | Nov 16, 2025 કડી તાલુકામાં SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ)) દ્વારા મસ મોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયા બાદ સ્થાનિક પોલીસ હરકતમાં આવી ગઈ હતી.કડી તાલુકાના દેલ્લા ગામે થી વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો.આજ રોજ 16 નવેમ્બર ના દિવસે બપોરે 2 વાગ્યાની આસપાસ બાવલું પોલીસે ખાનગી બાતમીના આધારે દેલ્લા ગામે વિદેશી દારૂના કટીંગ સમયે જ રેડ કરી હતી. રેડ દરમિયાન લાખો રૂપિયાનો મસ મોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. 700 થી વધારે પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો.