નાંદોદ: નર્મદામા લોકકલ્યાણકારી યોજનાઓના પ્રસાર માટે રાજપીપલા ખાતે CMS ફાઉન્ડેશન અને ISRAની સરાહનીય કામગીરી.
Nandod, Narmada | Sep 16, 2025 નર્મદા જિલ્લા કલેકટરશ્રી એસ. કે. મોદીના માર્ગદર્શન અને મદદનીશ કલેક્ટરશ્રી અને નાંદોદ પ્રાંત અધિકારી સુશ્રી પ્રસનજીત કૌરની અધ્યક્ષતામાં વહીવટી તંત્રના સહયોગ અને CMS ફાઉન્ડેશન તેમજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી એન્ડ એકાઉન્ટેબિલિટી (ISRA) ના સંયુક્ત ઉપક્રમે હોટલ રિવર બ્લુ રાજપીપલા ખાતે જન યોજના સેતુ અન્વયે કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં સુશ્રી કૌરે જન યોજના સેતુના બીજા ચરણનો શુભારંભ કરાવ્યો હતો.