પાલીતાણામાં વધતા ચોરીના બનાવોને ધ્યાનમાં રાખીને પાલીતાણા ટાઉન પી.આઈ. કરમટા તથા ધર્મશાળા એસોસિયેશનના પ્રમુખ રાહુલભાઈ, ઉપપ્રમુખ હાર્દિકભાઈ અને કમિટી સભ્યોની આજે તા.18.12.25 ના સાંજના 5 કલાકના અરસામાં કોલ્હાપુર ભવન ખાતે બેઠક યોજાઈ. બેઠકમાં શહેરની તમામ ધર્મશાળા અને દેરાસરોમાં એન્ટ્રી-એક્ઝિટ પર ફરજિયાત સીસીટીવી કેમેરા લગાડવાનો નિર્ણય લેવાયો.