નવસારીના ખત્રીવાડ વિસ્તારમાં રહેતા ૮૦ વર્ષીય રફીકભાઈ મહંમદભાઈ ભાયાત ગુરુવાર, ૨૦ નવેમ્બર ૨૦૨૫ના રોજ સાંજે લગભગ ૪ વાગ્યે ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગયા બાદ અત્યાર સુધી પરત ફર્યા નથી. પરિવજે નવસારી તેમજ આસપાસના વિસ્તારોમાં વ્યાપક શોધખોળ કરી છતાં તેમની કોઈ માહિતી મળી નથી.