તળાજા: સરતાનપરમાં સમાજહિત માટે અનોખી પહેલ, સરપંચે લગાવી રૂ. 61 હજારની સૌથી ઊંચી બોલી
સરતાનપર ગામ ખાતે કોળી સમાજના વિકાસ અને ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને ભવ્ય સમાજવાડીના નિર્માણ માટે વિશેષ હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, યુવાનો અને મોટી સંખ્યામાં સમાજજનો ઉત્સાહભેર જોડાયા હતા. હરાજી દરમિયાન વિવિધ વસ્તુઓ અને સેવાઓ માટે બોલીઓ લગાવવામાં આવી હતી. સમાજના વિકાસ માટે લોકો ખુલ્લા હાથે સહયોગ આપી રહ્યા હતા. આ દરમિયાન ગામના સરપંચ હરાભાઈ બાબુભાઈ વેગડે રૂ. 61 હજારની સૌથી ઊંચી બોલી લગાવી સમાજસેવા