કાંકરેજ: થરા ખાતે કોંગ્રેસના વોટ ચોરી સહી ઝુંબેશ અભિયાન અંતર્ગત ધારાસભ્યની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા શહેર ખાતે કોંગ્રેસ દ્વારા વોટ ચોરી સહી ઝુંબેશ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે મંગળવારે ત્રણ કલાકે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં આગેવાનો પદાધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.