છેલ્લા 17 દિવસથી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને મૃતકોના વારસદારો દ્વારા ડીપીટી મેઈન ઓફિસ બહાર ચાલી રહેલા ધરણા અને ભુખ હડતાલનો આજે સુખદ અંત આવ્યું, પોર્ટ પ્રસાસન ને કરેલ માંગણીઓમાં વારસદારો ને ગુજરાત સરકાર ની યોજના મુજબ વળતર પ્રાપ્ત થાય તે માંગણીઓ સ્વીકારવામાં આવી, અને એ માંગણી સ્વીકારી અને લેખિતમાં જણાવ્યું કે આ યોજના બનાવી અને લાગુ કરી અને વળતર ચૂકવવામાં આવશે એ બાંહેધરી આપવામાં આવી.