આણંદ શહેર: આણંદના ધન લક્ષ્મી ટાવરના પાંચમા માળે આવેલા ફ્લેટમાં બંધ મકાનના તાળા તોડી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના ની સહિતની ચોરી
નીશીથભાઈ કનુભાઈ પારેખ ધનલક્ષ્મી ટાવરના પાંચમા માળે આવેલા ફ્લેટમાં પરિવાર સાથે રહે છે. દિવાળીના પર્વને લઈને તેઓપરિવાર સાથે ફ્લેટને તાળુ મારીને રાજસ્થાનના ખાટુશ્યામ દર્શન માટે ગયા હતા. ત્યાંથી પરત આવીને પુત્રને લઈને કાંકરીયા ફરવા માટે ગયા હતા. દરમ્યાન ત્રાટકેલા તસ્કરોએ બંધ ફ્લેટના દરવાજાનું તાળુ તોડીને અંદરના દરવાજાના પણ તાળા તોડી નાંખ્યા હતા અને પુજાના રૂમ તેમજ તિજોરી ખોલીને બધો સરસામાન વેરવિખેર કરી નાંખ્યો હતો.