તળાજા: વેજોદરી ગામે S.O.G નો દરોડો : 16.640 કિલો ગાંજા સાથે ખેડૂત ઝડપાયો
ભાવનગર S.O.G ટીમે દાઠા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા વેજોદરી ગામે દરોડો પાડી ગાંજાની ખેતી કરતા એક ઇસમને ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી રેકી બાદ પરશોતમભાઈ ગોવિંદભાઈ ડોડીયા નામના 65 વર્ષીય ખેડૂતના પ્લોટમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન કુલ 21 ગાંજાના છોડ મળી આવ્યા હતા, જેનું કુલ વજન