લાઠી: લાઠીના માલવીયા પીપરીયા નજીક છકડો પલટી મારી જતા સર્જાયો અકસ્માત:પાંચ લોકોને ઈજા,સારવાર અર્થે ખસેડાયા અમરેલી
Lathi, Amreli | Nov 10, 2025 લાઠી તાલુકાના માલવીયા પીપરીયા ગામ નજીક છકડો પલટી ખાઈ જતાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત વળાંક ન કાપી શકવાના કારણે બન્યો હતો.આ બનાવમાં મંજુબેન ડામર, સુમિત ડામોર અને મનીષ ડામોર સહિતને ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.