ગોધરા: ૧૦ મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે પંચામૃત ડેરી ખાતે આયુષ મેળો યોજાયો
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામકશ્રી આયુષ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ, શ્રીમતી મ.અ.હ. સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા, ગોધરા દ્વારા ૧૦ મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે પંચામૃત ડેરી, ગોધરા ખાતે આયુષ મેળો યોજાયો હતો. આ તકે જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડૉ.એ.કે.ગેહલોત દ્વારા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની મહત્વતા અંગે માહિતીસભર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે મેડિકલ ઑફિસર ડૉ. જયદીપ બાંભણિયાએ હોસ્પિટલની સેવાઓ વિશે વિગતવાર જાણકારી આપી હતી