મહુવા: મહુવા શહેરમાં લાકડાની હસ્તકલા હજુ પણ જીવંત
ભાવનગર જિલ્લાના મહુવા શહેરના ઐતિહાસિક સંઘેડિયા બજારમાં છેલ્લા પાંચ દાયકાથી ગીરીશભાઈ પરંપરાગત રીતે લાકડાની હસ્તકલાત્મક અને ઘરવપરાશની વસ્તુઓ તૈયાર કરીને વેચાણ કરી રહ્યા છે. આધુનિક ટેક્નોલોજીના યુગમાં પણ તેઓ પોતાના પૂર્વજોની વારસાગત કળાને જીવંત રાખવા સતત પ્રયત્નશીલ છે. સંઘેડિયા બજાર વર્ષોથી લાકડાની હસ્તકલાનું કેન્દ્ર રહ્યું છે, જ્યાં અનેક કારીગરો પોતાના હાથે તૈયાર કરેલી વિવિધ વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરે છે. સુંદર નકશીકામ અને પરંપરાગત કારીગરી માટ