ગોધરા: અમર શહીદ હેમુ કાલાણીના શહીદી દિન નિમિતે શાંતિપ્રકાશ હૉલ ખાતે મહારક્તદાન અને થેલેસેમિયા કેમ્પ’ યોજાયો
ગોધરાના શાંતિપ્રકાશ હૉલ ખાતે ભારતીય સિંધુ સભા દ્વારા અમર શહીદ હેમુ કાલાણીના ૮૨મા શહીદી દિન નિમિતે મહારક્તદાન શિબિર અને નિઃશુલ્ક થેલેસેમિયા કેમ્પ યોજાયો. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં ૧૫૪ યુનિટ રક્તસંગ્રહ થયો. કાર્યક્રમમાં ધારાસભ્ય સી.કે. રાઉલજીએ હાજરી આપી રક્તદાતાઓને પ્રોત્સાહન આપ્યું અને શહીદને શ્રદ્ધાંજલિ અર્પી, તેમજ સ્મારક માટે એક લાખ રૂપિયાનું દાન આપ્યું. જિલ્લા કલેક્ટરે પણ કેમ્પની મુલાકાત લઈ આયોજકો અને રક્તદાતાઓને શુ