સોમનાથથી પશુપતિનાથ સુધી યુવાનની દોડનો પ્રસ્થાન ધારાસભ્યએ કરાવ્યો, વ્યસન મુક્તિ અંગે યુવાનોને સંદેશ આપવાનો હેતુ
Veraval City, Gir Somnath | Sep 22, 2025
ગીર સોમનાથ જિલ્લાના યુવાન રૂપેશભાઈ મકવાણાએ સોમનાથ થી પશુપતિનાથ સુધીની દોડની આજે શરૂઆત કરી છે.ધારાસભ્ય ભગવાન બારડ પણ યુવાનને પ્રોત્સાહિત કરવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.યુવાને જણાવ્યું હતું કે તેમની આ ચોથી દોડ છે અને ખાસ યુવાનો માંથી કુટેવો દૂર થાય અને સારી આદતો તેઓ અપનાવે તેવા સંદેશ સાથે આ દોડનો પ્રારંભ કર્યો છે.