તળાજા: વૈદિક મંત્રોચ્ચાર સાથે ઠળિયા ગામે મહાયજ્ઞ અને પૂજનવિધિ યોજાઈ
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઠળિયા ગામે સમસ્ત ટાઢા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ દેવી ભાગવત કથાની ભવ્ય અને ધાર્મિક માહોલ વચ્ચે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. કથાના સમાપન નિમિત્તે ગામમાં ૩૯ કુંડ મહાયજ્ઞનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞ દરમિયાન ૧૦૮થી વધુ પાટલાઓ પર વૈદિક વિધિ મુજબ પૂજન, મંત્રોચ્ચાર અને આહુતિ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઠળિયા ગામ ભક્તિમય રંગે રંગાઈ ગયું હતું. મોટી સંખ્યામાં ગ્રામજનો, મહેમાનો અને ભાવિકોએ ઉપસ્થિત