વિરમગામ: વિરમગામના ભરબજારમાં નશામાં ચૂર પોલીસ કોન્સ્ટેબલનો હંગામો, કાર ચાલકને માર માર્યો
વિરમગામના ભરબજારમાં નશામાં ચૂર પોલીસ કોન્સ્ટેબલનો હંગામો, કાર ચાલકને માર માર્યો કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેમના શિરે જવાબદારી છે, તેવા જ એક રક્ષકે નશાના ઓઠા હેઠળ ભક્ષક બનીને જાહેર રસ્તા પર આતંક મચાવ્યો હોવાની શરમજનક ઘટના વિરમગામ શહેરમાંથી સામે આવી છે. વિરમગામ શહેરના ગોલવાડી દરવાજા બહાર આવેલી ભરી બજારમાં કાયદાના નશા કરતા દારૂના નશામાં વધુ ધૂત એવા એક પોલીસ કોન્સ્ટેબલે ભારે ઉત્પાત મચાવ્યો હતો. આ કોન્સ્ટેબલે માત્ર સામાન્ય નાગરિક સાથે જ ગુંડાગર્દી