ધંધુકા: ફેદરા હડાળા ભાલ વિસ્તારના ખેડૂતોમાં ચિંતા: અસમયના વરસાદે પાકને નુકસાન.*
#ધંધુકાભાલ #dhandhukabhal #કમો
*ધંધુકા તાલુકાના ફેદરા હડાળા ભાલ વિસ્તારના ખેડૂતોમાં ચિંતા: અસમયના વરસાદે પાકને નુકસાન.* અમદાવાદ જિલ્લાના ધંધુકા ધોલેરા તેમજ આસપાસના ભાલ વિસ્તારના ખેડૂતો હાલમાં અસમયના માવઠાને કારણે ભારે ચિંતામાં મુકાયા છે. છેલ્લા બે દિવસથી પડેલા સતત વરસાદને કારણે ચણા, ઘઉં, જવ, ડુંગળી સહિતના પાકમાં પાણી ભરાઈ જવાથી નુકસાનની શક્યતા વધી રહી છે. ખેડૂતો જણાવે છે કે પાક હાલ વૃદ્ધિની અગત્યની અવસ્થામાં છે, અને આવા સમયે પડેલા અસમયના વરસાદે જમીનમાં ભેજ વધારી દીધી છે,.