સાવલી: જલારામ જયંતિ નિમિત્તે ધારાસભ્ય કેતન ઇનામદારે મોક્ષી અને રાણીયા ગામે કરી દર્શન
Savli, Vadodara | Oct 29, 2025 ‘અન્નદાન, પરોપકાર અને માનવસેવા’ જેવા પવિત્ર જીવનમૂલ્યોને લોકજીવનમાં આત્મસાત્ કરનાર પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિ નિમિત્તે આજ રોજ ધારાસભ્ય શ્રી કેતન ઇનામદારે તેમના મતવિસ્તારના મોક્ષી અને રાણીયા ગામે સ્થિત જલારામ મંદિરે પહોંચીને પૂજાના દર્શન કર્યા હતાં. ભાવિક ભક્તો સાથે મળીને દર્શન કરી તેઓએ ધન્યતાની લાગણી અનુભવી હતી.