રીંઝા ગામે રહેતો દિલીપભાઈ ઉર્ફે આદેશ રમેશભાઈ મકવાણા (ઉ.વ. ૨૪) ખેતી કરીને ગુજરાન ચલાવે છે. આજે સાંજના સાડા છ વાગ્યાના સુમારે દિલીપભાઈ ગામના રામપિરના મંદિરઆરતી કરવા માટે ગયો હતો. જ્યાં આરતી કરતો હતો ત્યારે ગામના લક્ષ્મણભાઈ ચંદુભાઈ મેર હાથમાં લોખંડનો સળિયો, ચંદુભાઈ જેસંગભાઈ મેર લાકડી તેમજ મુકેશભાઈ ચંદુભાઈ મેર લાકડી લઈને આવી પહોંચ્યા હતા.અને યુવાન પર હુમલો કરી ઈજાઓ પહોંચાડતા તારાપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.