હાલોલ: હાલોલ ટાઉન પોલીસ મથકના ધાડ અને લૂંટના ગુનાના આરોપીને જિલ્લા SOG પોલીસે દાહોદ ખાતેથી ઝડપી પાડ્યો
જિલ્લા SOG પોલીસને બાતમી મળી હતી કે હાલોલ ટાઉન પોલીસ મથક વિસ્તારમાં 2017 માં બનેલ ધાડ અને લૂંટના ગુનાનો આરોપી નિલેશ ડામોર ધાનપુર ગામના માકડિયા ફળિયામાં છે જે બાતમીના આધારે પોલીસે તે જગ્યાએ જઇ ફરાર આરોપી નિલેશ ડામોરને ઝડપી હાલોલ ટાઉન પોલીસ મથકે સોપવામાં આવ્યો હતો જેની માહિતી જિલ્લા SOG પોલીસે આજે રવિવારે સાંજે 7.30 કલાકે પ્રેસનોટના માધ્યમથી આપી હતી