સુરેન્દ્રનગર સબજેલના અગાઉ ચેકીંગ દરમિયાન સેલોટેપ ના દડા માં બે મોબાઇલ તેમજ તમાકુ સહિતની વસ્તુઓ ઝડપી લેવામાં આવી હતી જે અંગે એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરતા આ મોબાઇલ ફોન દ્વારા શાહરૂખ જહાંગીરભાઈ મલિક અને વિજય પુનાભાઈ સભાડે બહાર વાત કરી હોવાની વિગતો બહાર આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.