અંજાર: ટાઉનહોલના પટાંગણ મધ્યે નગર પાલિકા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી
Anjar, Kutch | Dec 15, 2025 અંજાર નગરપાલિકા દ્વારા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉનહોલ પટાંગણ મધ્યે તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ ગુજરાત સરકારના માનનીય મંત્રી ત્રિકમભાઈ છાંગાના માર્ગદર્શન હેઠળ અને અંજાર નગર પાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.