ભાવનગરના કુંભારવાડા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં એક્ટિવા માંગવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં સાહિલભાઈ સૈયદ નામના ૨૩ વર્ષીય યુવાનની હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ કાર્યવાહી કરી પાંચેય આરોપીઓ નદીમભાઈ મનસુરભાઈ સોરઠીયા, સલીમભાઈ કાસમભાઈ સોરઠીયા, સાહીલભાઈ રસુલભાઈ શાહ, શાહનવાજ સલીમભાઈ સોરઠીયા અને સીદીકભાઈ સલીમભાઈ સોરઠીયાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી