ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા હાલ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજયની સૂચના અન્વયે અને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર, કચ્છના માર્ગદર્શન તળે ગાંધીધામ મામલતદાર કચેરી દ્વારા ડોક્ટર સી.જી હાઇસ્કુલ ખાતે બે દિવસીય ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે હેઠળ આજે તા.૨૯ના પ્રથમ દિવસે બહોળી સંખ્યામાં મતદારોએ કેમ્પનો લાભ લીધો હતો.