જલાલપોર: પૂર્વ મંત્રી સ્વર્ગીય મગનભાઈ કાસુન્દ્રાજી ની પુણ્યતિથિ નિમિત્તે શાંતાદેવી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજનાં અગ્રણી અને ગુજરાત સરકારમાં પૂર્વ મંત્રી સ્વ. મગનભાઈ કસુન્દ્રાજીની 27 મી પુણ્યતિથિ આયોજિત પુષ્પાંજલિ કાર્યક્રમ માં ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા અને રક્તદાન શિબિરમાં ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ પાઠવી તેમજ રક્તદાતાઓને ધારાસભ્ય રાકેશ દેસાઈએ પ્રોત્સાહિત કર્યા. સ્વ. મગનભાઈ, તેમના ન્યાય પ્રિય અને સમાજ સેવામાં સમર્પિત સ્વભાવનાં કારણે આજે પણ લોકોનાં હૃદયમાં રાજ કરે છે.