જાંબુઘોડા: જાંબુઘોડાના વાલ્મિકી ફળિયામાં નવા વર્ષે સાસરીમાં મહેમાન આવેલા જમાઈની બાઇક ચોરાઈ,દારૂના ખેપિયાઓ પર શંકા
જાંબુઘોડાના વાલ્મિકી ફળિયામાં વડોદરા થી કૌશલભાઈ સોલંકી તેમની સાસરી મા મહેમાન ગતિ કરવા આવ્યા હતા તેઓ ની હીરો કંપનીની સ્પ્લેન્ડરની રાત્રિના સમયે ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે.હાલમા જાંબુઘોડા પોલીસ આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.જેની માહિતી તા.26 ઓક્ટોબર રવિવારના રોજ સાંજે 7 કલાકે પ્રાપ્ત થઈ હતી