માંગરોળ: વાંકલ ની સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજના વિદ્યાર્થીઓએ જુડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અને બ્રોન્ઝ મેડલ જીતી નામ રોશન કર્યું
Mangrol, Surat | Sep 20, 2025 માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજના વિદ્યાર્થીઓએ જુડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અને બ્રોન્ઝ મેડલ જીતી કોલેજ નું નામ રોશન કર્યું હતું કોલેજના વિદ્યાર્થી આર્યન વિનોદભાઈ વસાવા એ ગોલ્ડ મેડલ જીત્યો હતો તેઓની ઓલ ઇન્ડિયા જુડો ઇન્ટર યુનિવર્સિટી ટીમમાં પસંદગી થઈ છે જ્યારે દિવ્યાંગ અજયભાઈ વસાવા એ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. કોલેજના આચાર્ય દીપકભાઈ ચૌધરી એ વિદ્યાર્થીઓ તેમજ કોચ વિજયભાઈ દવેને અભિનંદન આપ્યા હતા.