જાંબુઘોડા: જાંબુઘોડાના અંતરિયાળ પોયલી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ગુલ્લીબાજી બાળકોને વહેલા છોડી દઈ પોતે રવાના
જાંબુઘોડાના અંતરિયાળ વિસ્તારમા આવેલ પોયલી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોની અનિયમિતતા અને ફરજ પ્રત્યેની બેદરકારી સામે આવી છે જેના કારણે બાળકોનુ ભણતર જોખમાઈ રહ્યુ હોવાની ગ્રામજનોમા ચર્ચા છે.પોયલી પ્રાથમિક શાળાના શિક્ષકો શાળાના સમયપત્રકનુ પાલન ન કરી સવારે સ્કૂલ ટાઈમ કરતા મોડા આવતા હોવાનુ અને સાંજે પણ નિર્ધારિત સમય 5 વાગ્યાને બદલે 3 કે 4 વાગ્યાની આસપાસ જ બાળકોને છૂટા કરી પોતે ગુલ્લી મારીને રવાના થઈ જતા હોવાનુ બહાર આવ્યુ છે.