સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસે મૂળચંદ ગામે જાહેરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા એક શખ્સ ને પોલીસે ઝડપી લીધો.બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે મૂળચંદ ગામે દરોડો કરી ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા નરેન્દ્રસિંહ દિલીપસિંહ પરમાર ને ઝડપી લીધા.ચાઇનીઝ દોરીની 10 રીલ કિંમત રૂપિયા બે હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી.