સુરતના ડીંડોલી વિસ્તારમાં બજાજ ફાઇનાન્સ ના રિકવરી એજન્ટો દ્વારા દાદાગીરી કરવામાં આવી હોવાનો અને લોનનો હપ્તો ન ભરી શકતા એક યુવકને માર મારવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે.ડીંડોલીમાં રહેતા સર્વેશ મિશ્રા નામના યુવકે બજાજ ફાઇનાન્સમાંથી લોન લીધી હતી. જોકે, આર્થિક તંગીના કારણે સર્વેશ મિશ્રાના ત્રણ હપ્તા ભરાયા નહોતા અને રોકાઈ ગયા હતા.બાકી નીકળતા હપ્તાની ઉઘરાણી કરવા માટે બજાજ ફાઇનાન્સના રિકવરી એજન્ટો સર્વેશ મિશ્રાના ઘરે પહોંચ્યા હતા.