શહેરા: સગરાડા તળાવમાં કમળનું ફૂલ લેવા ઉતરેલા ગાંગડીયા ગામના ૩૨ વર્ષીય યુવકનું તળાવના પાણીમાં ડૂબી જતાં મોત
શહેરા તાલુકાના ગાંગડીયા ગામના નવાપુરાના ૩૨ વર્ષીય ઉદાભાઈ પટેલીયા બુધવારના રોજ સગરાડા ગામના તળાવમાં કમળ ફૂલ લેવા માટે ગયા હતા,જ્યાં તળાવમાં કમળનું ફૂલ લેવા ઉતરતા તેઓએ એકાએક તળાવના ઊંડા પાણીમાં ઘરકાવ થઈ જતાં ડૂબી જતા મોત નિપજ્યું હતું,આ સમગ્ર બાબતે અકસ્માતે મોત અન્વયે જાણવા જોગ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.