લીલીયા: લીલીયા AAPના પ્રમુખ દ્વારા મફતપરા પ્લોટ વિસ્તારની કરી મુલાકાત,પ્રાથમિક સુવિધાઓ અંગે રજૂઆત કરતો વિડીયો વાયરલ
Lilia, Amreli | Nov 10, 2025 લીલીયા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ વિજયભાઈ વિરાણીએ લીલીયા ગામના મફતપરા પ્લોટ વિસ્તારની મુલાકાત લીધી હતી. અહીં રહેવાસીઓને મૂળભૂત સુવિધાઓનો અભાવ હોવાથી તેમણે સ્થળ પર જ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી. સ્થાનિક લોકોની સમસ્યાઓ અંગે ચિંતા વ્યક્ત કરતા તેમનો વિડીયો સોશિયલ મીડિયામાં આમ આદમી પાર્ટીના સમર્થકો દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે.