ઉંદેલ ગામની કોઠીયા સીમમાં રહેતા સોમાભાઈ સોલંકીનો 15 વર્ષીય પુત્ર રાજ સોલંકી પતંગ લૂંટવા માટે ગાયો-ભેંસો બાંધવાના લોખંડના પતરાવાળા અડાળા પર ચઢ્યો હતો.પતંગ પકડવાના પ્રયાસ દરમિયાન, અડાળાના પતરા નીચેથી પસાર થતા વીજ વાયરમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં રાજને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લાગવાને કારણે કિશોર પતરા પરથી નીચે પટકાયો હતો, જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.