પારડી: પોલીસે વલસાડી ઝાંપા બ્રિજ પાસેથી ટેમ્પામાં પ્લાસ્ટિકના દાણાની આડમાં લઈ જવાતો 6,30,000રૂપિયાનો દારૂ ઝડપી પાડયો
શુક્રવારના 9:15 કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ પારડી પોલીસે વલસાડી ઝાપા બ્રિજ પાસેથી એક ટેમ્પામાં પ્લાસ્ટિકના દાણા ની આડમાં લઈ જવાતો 6 લાખ 30 હજાર રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો હતો. દારૂ,મોબાઈલ,પ્લાસ્ટિકના દાણા ભરેલી ગુણીઓ મળી કુલ 16,90,500 રૂપિયાનો મુદ્દા માલ પોલીસે કબજે લઈ ચાલકને વોન્ટેડ જાહેર કરી પ્રોહીબિશન અંગે ફરિયાદ દાખલ કરી હતી.