મોરવા હડફ: મોરવા હડફ ખાતે સંઘની શતાબ્દી વિજયાદશમી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS ના સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાના અવસર પર દેશભરમા શતાબ્દી ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે,ત્યારે તા.5 ઓક્ટોમ્બર રવિવારના રોજ મોરવા હડફના સ્વયં સેવકોએ પણ આ ઉજવણી કરી હતી.સ્વયંસેવકો દ્વારા ધ્વજ વંદન અને સઘ પ્રાર્થના સાથે કાર્યક્રમો યોજાયા હતા આ સમારોહમા મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર અને અગ્રણીઓ સહિત મોટી સખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.જેની માહિતી તા.5 ઓક્ટોબર રવિવારે રાત્રે 11 કલાકે પ્રાપ્ત થઈ હતી