વડોદરા: હરણી વિસ્તારમાં ટ્રકે અડફેટે લેતા મહિલાનું એસએસજીમાં ટૂંકી સારવાર દરમિયાન મોત
વડોદરા : હરણી વિસ્તારમાં પૂરપાટ ઝડપે દોડતી એક ટ્રકે રાહદારી મહિલાને અડફેટે લેતા મહિલાનું SSGમાં ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. મીનાબેન પારવાની તેમના કાકાની તબિયત જોવા માટે જઈ રહ્યા હતા.તે દરમિયાન હરણી વિસ્તારમાં પુર ઝડપે આવી રહેલી ટ્રકે તેમને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેથી તેઓને 108 મારફતે સારવાર માટે SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું.આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.