નડિયાદ: મનપા દ્વારા હાથ ધરવામાં આવેલા સ્વચ્છતા અભિયાન બાદ GVP પોઇન્ટ 150 થી ઘટીને 50 થયા
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા સફાઈ અભિયાન બાદ શહેરમાં GVP પોઇન્ટ મા ઘટાડો નોંધાયો છે. ત્રણ વર્ષ અગાઉ 150 જેટલા GVP પોઇન્ટ હતા જે મનપાની કામગીરી બાદ ઘટીને 50 થયા છે. મનપા ની સેનેટરી વિભાગની સતત કામગીરી અને સંસાધનોમાં વધારાના કારણે હવે ગ્રીન સિટી ક્લિન સિટી નનુ સ્વપ્ન સાકાર થતુ જણાય છે.