અમરેલી જિલ્લામાં આજે જાહેર આરોગ્ય સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં વાર્ષિક વિકાસ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય સંબંધિત ઇમારતોના બાંધકામ, પેટાકેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને દવાના સ્ટોરની પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી. સાથે સાથે ચેપી અને બિન-ચેપી રોગોની સ્થિતિની સમીક્ષા પણ હાથ ધરાઈ. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અખીલેશકુમાર સિંહે સૂચનાઓની અમલવારી માટે કડક પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું.