ગોધરા: ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલ નુકશાનનો સર્વે કરી સહાય ચૂકવવા રજૂઆત
ગોધરા ધારાસભ્ય સી.કે. રાઉલજીએ કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા પાકના નુકસાન અંગે રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને સહાય ચૂકવવાની રજૂઆત કરી છે. તેમણે જિલ્લાના તમામ તાલુકામાં મકાઈ, ડાંગર, કપાસ અને શાકભાજી સહિતના પાકના સર્વે માટે અધિકારીઓને તાત્કાલિક ટીમો મોકલવા સૂચના આપી છે. ધારાસભ્યએ સર્વેની તારીખવાર યાદી તૈયાર કરી યોગ્ય વળતર અને ઝડપી સહાય ખેડૂતોને મળે તે માટે કાર્યવાહી કરવા જણાવ્યું છે.