જામનગર શહેર: હિન્દુ સેના દ્વારા આગામી 15 તારીખના રોજ ગોડશે ગાથાનું આયોજન કરવામાં આવ્યું
જામનગરમાં હિન્દુ સેના દ્વારા આગામી 15 તારીખના રોજ એક આશ્ચર્યજનક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે હિંદુ સેના દ્વારા જણાવવામાં આવ્યું કે 15 તારીખના દિવસે નથુરામ ગોડસેના બલિદાન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે. અને ગોડસે ગાથાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. યુવાનોને નથુરામ ગોડસેના જીવનથી પ્રેરિત કરવા આ કાર્યક્રમ યોજાશે.