આજરોજ સુરત શહેર ખાતે રોડ સેફટી મંથના અનુસંધાને ટ્રાફિક પોલીસ સુરત શહેર, સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ સુરત તથા એએસજીઆઈ હોસ્પિટલ સુરતના સંયુક્ત ઉપક્રમે વિશેષ આરોગ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ અંતર્ગત સુરત શહેરના ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા તમામ ટ્રાફિક બ્રિગેડ બહેનો તથા ભાઈઓ માટે મેડિકલ હેલ્થ ચેકઅપ તેમજ આંખોની તપાસણી (આઈ ચેકઅપ) કરવામાં આવશે. માર્ગ સલામતી સાથે સંકળાયેલા કર્મચારીઓના આરોગ્ય પ્રત્યે જાગૃતિ.