બજાણા પોલીસે માલવણ-ધ્રાંગધ્રા હાઈવે પર આવેલી હોટલ 'આલીશાન' અને 'રામદેવ' પર બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ૧૦૨ કિલો ૮૦૦ ગ્રામ ગેરકાયદેસર પોષડોડવાનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેની બજાર કિંમત ₹૧૫,૪૨,૦૦૦ થાય છે. પોલીસે સ્થળ પરથી રાજસ્થાનના વતની એવા બે આરોપીઓ, વનારામનર્સિંગારામ શીયાગ અને જયરામ પુરારામ શીયાગને પકડી પાડ્યા હતા. નશીલા પદાર્થ ઉપરાંત ₹૫ લાખની બોલેરો ગાડી અને મોબાઈલ સહિત કુલ ₹૨૦,૫૨,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો