હળવદ: હળવદના દેવળીયા ગામના પાટિયા પાસે અર્ટિકા કાર હડફેટે લેતા બાઈક ચાલકનું મોત...
Halvad, Morbi | Oct 18, 2025 હળવદ હાઇવે ઉપર દેવળીયા ગામના પાટિયા નજીક ગઈકાલે સવારે જીજે - 36 - જે - 6139 નંબરનું બાઈક લઈને જઈ રહેલા પ્રવીણભાઈ વરમોરા રહે.નવા દેવળીયા નામના બાઈક ચાલકને જીજે - 10 - ટીવાય - 8101 નંબરના અર્ટિકા કારના ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા પ્રવીણભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના બનાવ બાદ કાર ચાલક કાર રેઢી મૂકી નાસી ગયો હતો. ઘટના અંગે મૃતકના પુત્ર હિરેનકુનારએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.