પોશીના: તાલુકાના ખેરોજ ખાતે વિકાસ સપ્તાહ ની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ
આજે બપોરે 3 વાગે મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સુશાસનના 24 વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં વિકાસ સપ્તાહ ની શરૂઆત થઈ છે. જે અંતર્ગત તાલુકાના ખેરોજ ખાતે આ વિકાસ રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વધુમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા મહિલાઓને પોષણ કીટ સહિત લાભાર્થીઓને વિવિધ લાભો નું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા.