ગોંડલ: માર્કેટ યાર્ડ ખાતે વેપારીને ૩૦ ટન મરચું ખરીદવાની લાલચ આપી ૩ ઇસમોએ લાખોની છેતરપીંડી આચરી, B ડીવીઝન ખાતે FIR નોંધાઇ
Gondal, Rajkot | Jan 31, 2024 ગોંડલીયા મરચાની ઓળખ સમગ્ર ભારતમાં પ્રસરેલી છે અને સમગ્ર ભારતમાંથી લોકો ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે મરચું ખરીદવા આવતા હોય છે ત્યારે મહિને ૩૦ ટન મરચું ખરીદવાની લાલચ આપીને ત્રણ શખ્સોએ ગોંડલના વેપારીઓ સાથે લાખોની છેતરપિંડી આચરી હતી. સમગ્ર મામલે ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે