ગોધરા: પાંજરાપોળ વિસ્તારમાં આવેલ ચંપલની દુકાનમાં નોકરી કરતો ઇસમ વકરાના રૂ 6.50 લાખ લઈને રફુચક્કર થતા પોલીસ ફરિયાદ નોંધાઈ
ગોધરા શહેરના પાંજરાપોળ વિસ્તારમાં આવેલી કાનપુર ચપ્પલ સેલ દુકાનમાંથી નોકર રૂ. 6.50 લાખ લઈને ફરાર થયો હતો. દુકાનના માલિક મહમદ યુસુફ જમાલુદ્દીન ખત્રીએ જણાવ્યું હતું કે તેમણે રીઝવાન જુમ્મા મુંડાને નોકરી પર રાખ્યો હતો, જેણે 20 થી 24 ઓક્ટોબર દરમિયાન દુકાનમાં રહેલા રોકડ રૂપિયા લઈને રફુચક્કર થઈ ગયો. માલિકે શોધખોળ કરી છતાં નોકરનો કોઈ પત્તો લાગ્યો નહોતો. આખરે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે રીઝવાન મુંડા સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે મામલે તપાસ શરૂ કરી છે