પુણા: શહેર સહિત જિલ્લામાં કાપડ ઉદ્યોગને અસામાજિક તત્વો દ્વારા બાનમાં લેવાનો પ્રયાસ,વિવર્સ એસો.દ્વારા નાયબ મુખ્યમંત્રીને રજુવાત
Puna, Surat | Nov 1, 2025 શહેર અને જિલ્લાના ઉદ્યોગોને કેટલાક અસામાજિક તત્વો દ્વારા બાનમાં લેવામાં આવી રહ્યા છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દિવાળી વેકેશન બાદ પીપોદરા અને સાયણ વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કારીગરોને ડરાવવા અને ધમકાવવામાં આવી રહ્યા છે.સોશિયલ મીડિયા ઉપર પોસ્ટરો વાયરલ કરી ગર્ભિત અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. વિવર્સ માં ભયનો માહોલ છે. આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.